ગોધરાની ઘુસર નવી વસાહતનાં રૂઢિગત ગ્રામસભા દ્વારા ઠરાવ અધિકારીએ ગામમાં આવતા પહેલાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે
રૂઢિગત ગ્રામસભાને જરૂર જણાય તો જ અધિકારીને ગામમાં પ્રવેશ અપાશે
। ગોધરા
ગોધરાની ઘુસર નવી વસાહતનાં રૂઢિગત ગ્રામસભા દ્વારા ઠરાવ કરી જેમાં કોઈપણ અધિકારીએ ગામમાં પ્રવેશવુ હોય તો રૂઢિગત ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે . આ ઠરાવ અંગેની જાણ ગ્રામજનો દ્વારા ક્લેક્ટરની કરાઇ છે .
ગોધરાની ઘુસર નવી વસાહત ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત .
ગોધરા તાલુકાના ઘૂસર નવી વસાહત રૂઢિગત ગ્રામસભા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો . જે ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે , ૧૧ જુલાઈ ૧૯૯૭ સંમતા જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અનુસૂચિત ક્ષેત્રમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની એક પણ ઈંચ જમીન નથી . અને તે જજમેન્ટ અનુસાર આદિવાસીઓની જમીન ગેર આદિવાસીઓને હસ્તાંતરિત થઈ શકતી નથી . એટલે કે ખરીદ કે વેચાણ કરી શકાતી નથી . આદિવાસીઓ આ દેશના એક માલિક છે . લોકસભાનાં વિધાનસભા સૌથી ઊંચી ગ્રામસભા . ત્યારે અનુસૂચિ પાંચ વિસ્તારમાં ગ્રામસભાની
પરવાનગી વગર કોઈ પણ પ્રકારનું ખનિજ વહન કરી શકે નહિ . જે હક્ક ફ્કતને ફ્ક્ત આદિવાસીઓનો છે . સંવૈધાનિક જોગવાઈ અનુચ્છેદ ૧૩,૩ ( ક ) અને ૨૪૪,૧ પ્રમાણે શાસન અને પ્રશાસન ની જોગવાઈ છે . રૂઢિગત ગ્રામસભા ઘુસર નવી વસાહત દ્વારા નક્કી કરવામાં આવે છે કે , ગામની અંદર કોઈપણ અધિકારીએ આવતા પહેલા રૂઢિગત ગ્રામસભા ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.ત્યારે ગ્રામસભા દ્વારા નક્કી કર્યા બાદ જ જરૂર જણાશે તો જ ગામમાં પ્રવેશ આપવામાં આવશે . રૂઢિગત ગ્રામસભા સર નવી વસાહત દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે કે , ગામની જમીનના બાકી પડતા તમામ કામો માં આજસુધી ગ્રામજનો જે હાલાકી ભોગવી રહ્યા છે . તે ઘુસર નવી વસાહતમાં ગામ લોકો માટે સામૂહિક હિતમાટે આવેલી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે . તે રૂઢિગત ગ્રામસભા ઘુસર નવી વસાહત માન્ય રાખતી નથી . જો આ જમીન ઉપર દબાણ હટાવવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે . માટે આ તમામ કામો વહેલી તકે દિન ૩૦ માં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે .