વડોદરામાં વીજ તારમાં ફસાયેલા પતંગને બહાર કાઢવા જતા કિશોરને લાગ્યો કરંટ, ટૂંકી સારવાર બાદ નિપજ્યું મોત
વડોદરામાં વીજ તારમાં ફસાયેલા પતંગને બહાર કાઢવાનું દુ:સાહસ કિશોર માટે જોખમી સાબિત થયું હતું. ફસાયેલા પતંગને કાઢવા જતાં કિશોરને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા કિશોર બેભાન અવસ્થામાં પડ્યો હતો. વડોદરાના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા નજીક રહેતા 13 વર્ષનો પીયૂષ ચૌહાણ તેના ઘરનાં ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો.
13 વર્ષનો પીયૂષ ચૌહાણ તેના ઘરનાં ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો
મળતા અહેવાલ પ્રમાણે તેની પતંગ વીજ તારમાં ફસાઈ ગયો હતી, તે પતંગ કાઢવા માટે ગયો હતો જ્યાં તેને કરંટ લાગ્યો હતો,અને તે બેભાન થઈને પડી ગયો હતો.જેથી સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
समाचार