બનાસકાંઠા: થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત


 બનાસકાંઠા: થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત

બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. પરિવાર ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દુર્ઘટના બની છે.

એક જ પરિવારના ચાર લોકોના મોતમળતી માહિતી અનુસાર, ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post