મિત્રની કારનો ચક્કર લગાવવા ગયો શખ્સને અને થયો અકસ્માત,નુકશાનના નાણાં પરત માટે મિત્રએ જ વ્યાજે આપ્યા 50 હજાર પછી ફસાયો વ્યાજના ચક્રમાં
અમરેલી શહેરમાં વ્યાજખોરો દ્વારા સામાન્ય અને સીધા વ્યક્તિઓને ડરાવી ધમકાવી પૈસા પડાવી લેવાની ઘટના સામે આવી હતી.જેમાં એક સિકયુરિટી સુપરવાઇઝરને અમરેલીના બે શખ્સોએ કારમાં નુકશાની અંગે ડરાવી ધમકાવી રૂા.૧૪.૨૯ લાખ જેવી માતબર રકમ પડાવવાની ઘટના સામે આવી હતી. સિકયુરિટી સુપરવાઇઝરે સગા સંબંધી અને મિત્રના નામે લોન પેટે રૂપિયા લીધા અને રૂા.વીસ લાખના દેણામાં સપડાવી દેવાની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધવામાં આવી છે.
નાણાં પરત માટે મિત્રએ જ વ્યાજે આપ્યા 50 હજાર
પ્રાપ્ત વિગત મુજબ પ્રશાંત અરવિંદભાઈ બામટા રે.અમરેલી સિકયુરિટી સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના એક મિત્ર કરણ શેખવાની કાર લઈ કોઈક સ્થળ પર ગયા હતા. તે દરમ્યાન અચાનક કારની ઝાડ સાથે ટક્કર થતા ભારે નુકશા થયું હતું. કારમાં 1.78 લાખનો ખર્ચો આવ્યો હતો, આ ખર્ચના રૂપિયા કરણ શેખવાએ ધમકી આપી હતી, પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાના કારણે પહેલા રૂા.પચાસ હજાર આ ગાડીના કરણ શેખવા એ વ્યાજે આપેલ હતાં. વ્યાજખોરના વિષ ચક્રમાં ફસાયેલા આ યુવાન અન્ય લોન લેવા મજબુર બનેલ હતો.
શખ્શે પૈસા ન આપેતો તેમની પત્નીને ઉપાડી જવાની ધમકી
કારણકે આ શખ્શે પૈસા ન આપેતો તેમની પત્નીને ઉપાડી જવાની ધમકી આપી હતી. વ્યાજખોરના સકાંજામા ફસાયેલ આ યુવાન અનેક જગ્યાએથી લોન લેવા મજબુર બનેલ હતો. આ યુવાને લોન્ ઉપર લીધેલ બાઈકની ચાવી પણ આચંકી લીધી અને છરી વડે ઇજા પણ પહોંચાડી હતી. નિલેશ ઉર્ફે લાલો ખુમાણ રે.પાઠક સ્કૂલ પાસે આ યુવાનનો ગેરફાયદો ઉઠાવી ધમકી આપેલ હતી કે ‘તારા લોન લેવાના કરતૂતની જાણ તેમના ઘરે કરી દેશે’ તેમ કહી ધમકી આપી રૂા.૨.૬૫ લાખના વ્યાજના વિષ ચક્રમા ફસાવી દીધેલ હતો. કરણ શેખવા અને નિલેશ ખુમાણે ધાક ધમકી આપી પ્રશાંત બામટા પાસેથી કુલ રૂા.૧૪.૨૯ લાખ જેવી રકમ પડાવી લીધેલ હતી. આટલી રકમ ચૂકવવા પોતે લોન લઇ રૂા.૨૦ લાખના દેણામાં સપડાઈ ગયો હતો, આ મામલે સમગ્ર બાબતની એક સંબધીને કરી હતી ત્યાર બાદ આ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ થઈ હતી.