સાબરકાંઠા / સરકારી જમીન પર કપાસનું ડીલીટીંગ કરીને કેમિકલયુક્ત કચરો ઠાલવતા જિન માફિયાઓ, તંત્રના આંખ આડા કાન

સાબરકાંઠા / સરકારી જમીન પર કપાસનું ડીલીટીંગ કરીને કેમિકલયુક્ત કચરો ઠાલવતા જિન માફિયાઓ, તંત્રના આંખ આડા કાન 

જો પૈસા સાથે રાજકીય વગ છે તો પછી કોઈ તમારો વાળ પણ વાંકો ન કરી શકે, આવી જ સ્થિતિ સાંબરકાંઠા જિલ્લાના વડાલીની છે. કેટલાક જિન માલિકો એટલા બેફામ છે કે, ખુલ્લેઆમ કેમિકલ ઠાલવી ગૌચર જમીનનું ધનોત-પનોત કાંઢી રહ્યાં છે. 

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામ પાસે આવેલ સરકારી જમીનમાં વડાલી-ખેડબ્રહ્માના જિન માલિકોએ કપાસનું ડીલીટીંગ કરીને વેસ્ટેજ હાનીકારક કેમિકલ ખુલ્લેઆમ ગમે ત્યાં રાત્રે ઠાલવી દેવાય છે. રાત્રી સમયે ટેન્કરો ભરી-ભરીને આ વિસ્તારમાં કેમિકલ ઠલવાય છે છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી કાગળના વાઘ બનીને બેઠા છે.દેશભરમાં પ્રતિબંધિત કપાસના ફોર-જી બિયારણનું ઉત્પાદન કરનાર ઇડર અને વડાલીના જિન માલિકો હવે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે પછી સરકારી તંત્ર એમના ખિસ્સામાં છે તેવું સમજી બેઠા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોટાભાગના જિન માલિકો ભાજપના છે એટલે જો સત્તા જ પોતાની હોય તો ડર શેનો?હવે વાત કપાસના ડીલીટીંગની કરીએ તો સાબરકાંઠા જીલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી પાસે આ અંગે વિગતો માંગવામાં આવી હતી. અધિકારી માલિકોને બચાવવાના મોડમાં આવી ગયા હતા અને માહિતી મેળવવા લેખિત અરજી આપવી પડશે કહી હાથ ઊંચા કરી દીધા હતા.ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જીલ્લાના માત્ર બે જ જિન માલિકોને ડીલીટીંગની મંજુરી છે પરંતુ વડાલી પંથકમાં મોટા ભાગના જિન માલિકો મનફાવે તેમ કેમિકલનો ઉપયોગ કરી સરકારના નિયમોના છેદ ઉડાવી રહ્યા છે. આ અંગે ધામડી ગામના તલાટી કમ મંત્રીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “મારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકો આ રીતે કેમિકલયુક્ત કચરો ગમે ત્યાં ઠાલવી દે છે, જે બાબતે તમામ આ લોકોને નોટિસ આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે”.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભાજપ સાથે સંકળાયેલા જિન માલિકો સામે જીલ્લા તંત્રના હાથ બંધાયેલા છે. એક વર્ષ પહેલા આ વિસ્તારમાંથી ફોર-જી બિયારણનો મોટો જથ્થો ઝડપાયો હતો પણ પૈસા અને રાજકીય વગરના જોરે બધુ જ દબાવી દેવામાં આવ્યું.

Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post