AHMEDABAD / સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

AHMEDABAD / સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Ahmedabad Crime News અમદાવાદ ગ્રામ્ય SOGએ સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ કરી છે. આ તમામ પાસેથી કુલ  24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવો છે. 

પકડાયેલા આ આરોપીઓ સસ્તા સોનાની લાલચ આપી પહેલા સાચું સોનું આપતા હતા અને બાદમાં ખોટું સોનું પધરાવી દેતા હતા. આરોપીઓ દલાલો / વચેટીયા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનુ આપવાની લાલચ આપી સાચુ સોનું બતાવી શરુઆતમાં પ્રમાણીક વ્યવહારો કરી વિશ્વાસમાં લઇ વધુ સોનુ ખરીદવા લાલચ આપી મોટી રકમ લઇને ખોટુ સોનુ આપી અથવા આપ્યા વગર પૈસા મેળવી છેતરપીંડી કરતા હતા.આ આરોપીઓ લોકો સાથે મિત્રતા કેળવી ભોગ બનનારને લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ નાની નોટો/સિક્કાના બદલામાં મોટી નોટો આપવી, મોટી નોટોના બદલામાં સો-સો ની નોટો આપવી, સસ્તુ સોનુ આપવાની લાલચ આપવી વિગેરે રીતે છેતરપિંડી કરતા હતા.અમદાવાદ ગ્રામ્ય SOGએ આ પાંચ શખ્સોની ધરપકડ કરી છે – (1)શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ જાતે-નોડે ઉ.વ ૫૦ રહે. હાલ બાલાસીનોર જી.આઇ.ડી.સી તા.બાલાસીનોર જી.મહીસાગર મુળ.રહે ભુજ જી.આઇ.ડી.સી ઉપહાર બીસ્કીટની ફેક્ટરીની પાછળ તા.જી.ભુજ(2)શક્તિસિંહ હરિભાઇ ગોહીલ,  ઉ.33 રહે. રબારી વાસ રજોડા તા.બાવળા જી.અમદાવાદ(3)વિષ્ણુભાઇ ઉર્ફે લાલો રામાભાઇ જાતે મસાણી ઉ.વ 26 રહે. બળીયાદેવનગર રજોડા તા.બાવળા જી.અમદાવાદ(4) અંકીત જગદીશભાઇ પારેખ ઉ.વ 23 રહે.પટેલવાસ રજોડા તા.બાવળા જી.અમદાવાદ(5)પ્રકાશકુમાર ઉર્ફે ભાણો બાબુભાઇ લાંન્ચા ઉ.વ 24 રહે.ખડોળ(મહાદેવપુરા) તા.ધનસુરા જી.અરવલ્લીપકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સાચું અને ખોટું સોનું, મોબાઈલ ફોન, કાર સહિત કુલ રૂ.24,00,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  પકડાયેલા આરોપીઓ પૈકી શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલીમોહમદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના પર ભુજ, નખત્રાણામ સરખેજ, ગારિયાધાર, ખેડા સહિતમાં પોલીસે સ્ટેશનમાં 8 જેટલા ગુના નોંધાઈ ચુક્યા

Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post