હજુ કેટલા નકલી ટોલનાકા છે? પ્રગતીશીલ રાજ્યમાંથી વધુ એક નકલી ટોલનાકું જુનાગઢમાંથી ઝડપાયું
રાજ્યમાં અસલી કરતાં નકલીનો વેપલો વધ્યો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નકલી અધિકારી, નકલી ઓફિસ નકલી ભરતી, નકલી પોલીસ, નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે. ભેજાબાજો કેવા કેવા પેંતરા રચીને રૂપિયાની ગેરકાયદે કમાણી કરી લે છે તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલાં જ મોરબીમાં નકલી ટોલનાકું પકડાયું હતું, હવે જુનાગઢમાંથી પણ નકલી ટોલનાકું પકડાયું છે.
અસમાજિક તત્ત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે
જુનાગઢના વંથલી નજીક ગાદોઇ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે કે, કેટલાંક અસમાજિક તત્ત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો દાવો કર્યો છે.ટોલનાકાના આ બાબતે ભૂતકાળમાં પણ ટોલનાકા મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.મળતા અહેવાલ પ્રમાણે મેનેજરે કહ્યું કે આ ટોલનાકાથી 500 મીટર દૂર કેટલાક અસામાજિક તત્વો વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરી દે છે, અનેવાહનચાલકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે, તો બીજી તરફ ટોલબુથને દરરોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાનનો પણ દાવો કરવામાં આવ્યો છે.રાજ્યમાં આ પહેલા મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઝડપાયું હતું. દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનો દાવો કરાવવામાં આવ્યો હતો. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવવામાં આવતું હતું.
ફોર વ્હીલર પાસેથી 50, મેટાડોર અને આઇસર પાસેથી 100 અને ટ્રક ચાલક પાસેથી 200 રૂપિયા વસૂલવામાં આવતા
નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણીનો આક્ષેપ કરાઇ રહ્યો છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા. પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર, એનએચએઆઈ કે અન્ય કોઇ સરકારી વિભાગના ટોચના અધિકારીઓને જાણ સુદ્ધા પણ નહોં.ી તો બજી તરફ કોની રહેમનજર હેઠળ આ ટોલનાકું ચાલતું હતું.