SURAT / પોલીસ અને SMCમાં નોકરી અપાવવાના નામે 4 લોકો સાથે 8.90 લાખની છેતરપિંડી, પૂર્વ ડેપ્યુટી મેયરના બે પુત્રો સહિત ત્રણની ધરપકડ

SURAT / પોલીસ અને SMCમાં નોકરી અપાવવાના નામે 4 લોકો સાથે 8.90 લાખની છેતરપિંડી, પૂર્વ ડેપ્યુટી મેયરના બે પુત્રો સહિત ત્રણની ધરપકડ

SURAT NEWS સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન- SMC અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે ચાર લોકો પાસેથી 8.90 લાખની રકમ પડાવી છેતરપિંડી આચરવાના કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બંને પુત્રો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેના અવેજમાં 8.90 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાય હતી. આ મામલે ઉધના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવા પણ બોલાવવામાં આવ્યા હતા. છતાં કોઈ પ્રતિઉત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં સલૂનની દુકાન ચલાવતા નિર્મળભાઈ  ભાનુભાઈ ચૌહાણનો સાળો ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલ સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે. અહીં ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રસમીન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનીશને કરી હતી. એટલું જ નહીં પરંતુ જેનીસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લોભામણી લાલચ આપી હતી. નિર્મળભાઈએ  પોતાના સાળા જેનીશ સાથે ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલી રાહુલની ઓફિસે વર્ષ 2021માં સંપર્ક કર્યો હતો. અહીં આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેનો નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા. રાહુલ દ્વારા નિર્મળભાઈના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ની માંગણી કરી હતી.પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન-SMCમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવાને આપી હતી. રાહુલ ભુવાએ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકાનો કોલ લેટર પણ આપ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાવ્યો હતો. જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુઓએ 3.60 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી. જ્યારે જેનીશને પણ પાલિકા અથવા તો પોલીસમાં નોકરી અપાવવાના બહાને ભુવા બંધુઓએ સીનસપાટા કરી મારી માતા છાયાબેન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર છે તેમની મોટી ઓળખાણ છે નોકરી મળી જશે એવી વાતો કરી વિશ્વાસ અપાવ્યો હતો. નોકરી મળી ગઈ તો દર મહિને 35 થી 40 હજાર રૂપિયા પગાર મળશે એવી ડંફાસો પણ મારી હતી. આ સાથે પાલિકાનો યુનિફોર્મ આપી વિશ્વાસ પણ કેળવ્યો હતો.સમય વીત્યા બાદ નોકરી નહીં મળતા તમામ લોકો દ્વારા ભુવા બંધુઓનો સતત સંપર્ક કરવામાં આવતો હતો. પરંતુ માત્રને માત્ર બહાનાબાજી અને વાયદાનો વેપાર કરી ગોળ-ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ થતાં ભોગ બનનારાઓએ ઉધના પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી હતી. આ અરજીના અનુસંધાને ભુવા બંધુઓને ઉધના પોલીસ દ્વારા લેખિતમાં નિવેદન લખાવવા માટે નોટિસ પણ બજવવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતાં કોઈ ઉત્તર કે નિવેદન લખાવવાની તસ્દી લેવામાં આવી ન હતી. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઉધના પોલીસે ભુવા બંધુઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા પણ ઉધના પોલીસે વ્યક્ત કરી છે. તપાસ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

 

  

Post a Comment

Previous Post Next Post