પાટણ..સાંતલપુર
નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ ની મીલીભગત નાં કારણે ખેડૂતો બન્યા પરેશાન..
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલિભગ નાં કારણે વારંવાર ખેડૂતો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ ની મીલીભગત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે .
વાત કરવામાં આવે સાંતલપુર તાલુકાની તો પ્રજાપતિ દયારામભાઈ 1/7 ડિપાર્ટમેન્ટના અધિકારી છે અને કેનાલ માં કામ કરવા જે કોન્ટ્રાકટર આવે તેમની પાસેથી આવા મિલીભગ અધિકારીઓ 25 ટકા પોતાનું કમિશન ફિકસ કરીને લેતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ..
મીલીભગત કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમ નાં અધિકારી જે 50 ટકા બિલે ટેન્ડર પાસ થાય છે જેના કારણે કોન્ટ્રાકટર પૂરી ઈમાનદારીથી કામ કરી શકતા નથી અને કામ સારું ન થવાના કારણે કેનાલો ની ડિસ્ટ્રીક અને માઇનોર કેનાલો વારંવાર તૂટે છે..ત્યારે ખેડૂતોની કાળી મજૂરી ઉપર પાણી ફરી જાય છે.ત્યારે આવા જવાબદાર અઘિકારીઓ સામે કડક માં કડક કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલાં ભરવાના આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે..
પાટણ નાં સાંતલપુર તાલુકામાં જોઈએ તો ... 1/7c મા મઢુંત્રા, રોઝુ, જખોત્રા,ગરામડી, કલ્યાણપુરા સહિતના ગામો m ડીસ્ટ્રીક કેનાલ આવેલ છે.. જ્યારે 1/7b ની પર,ચારણકા, પાટણકા, બામરોલી, પરસુંદ ડીસ્ટ્રીક કેનાલો આવેલી છે.અને આ તમામ કેનાલો માં કોન્ટ્રાક્ટર થી લઈને નર્મદા નિગમના અધિકારીઓ ની મીલીભગત જોવા મળી રહી છે જેનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે.ત્યારે આવા જવાબદાર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે
Patan live news GJ 24
Tags
लोकल खबरे