બનાસકાંઠા : પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર આંગડિયા પેઢીનો એક કર્મચારી લૂંટાયો છે. છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 21 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદની જી.આર. આંગડિયા પેઢીનો એક કર્મચારી માલ લઈને બસમાં જોધપુર જઈ રહ્યો હતો. ત્યારે આ બસ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપી નજીક એક હોટલ પાસે ચા અને નાસ્તા માટે ઉભી રાખવામાં આવી હતી.ચા-નાસ્તો કર્યા બાદ બસમાં ચડતા આંગડીયા કર્મીને લૂંટીને ત્રણ અજાણ્યા શખ્સો કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ છાપી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
समाचार