*રાધનપુર: પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને કડવો અનુભવ થયો*
*અરજદારો ફરિયાદીને પોલીસ સ્ટેશન માં તકલીફ પડી તે વેદના ક્યારે દૂર થશે..!!!*
પાટણના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને આવેલ ફરિયાદી ને કડવો અનુભવ થયો છે જી.. હા.. વાત કરવામાં આવે તો રાધનપુર ખાતે ફરિયાદી નામ સાધુ ભજનદાસ પોતાની (વરના verna ) ગાડી રાત્રીના સમયે પોતાના ઘર જોડે પાર્ક કરેલ ગાડી સવારના જોવા નહિ મળતાં જે વ્યક્તિ મહેન્દ્રસિંહ રાણકપુર બનાસકાંઠા જિલ્લાના વ્યક્તિ પાસેથી લીધેલ હોય એજ માણસ દ્વારા આ વર્ના ગાડી ની અમોને બીજી ચાવી આપેલ નહિ હોવાથી પાક્કો શક વહેમ હોય ચોરીની ફરિયાદ આપવા પરિવારજનો પોલીસ સ્ટેશન મથકે પહોચ્યા હતા. જયાં બધી હક્કીકત પોલીસ તંત્રને કહેવામાં આવે છે કે ગાડી ચોરાઈ ગઈ છે.અને ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરો પરંતુ પોલીસ સ્ટેશન મથકે મોડા સુધી ફરિયાદ લેવામાં આવતી નથી અને ફરિયાદીને જણાવવામાં આવે છે કે વર્ના ગાડી તમે જે માલિક જોડે થી ખરીદ વેચાણ લીધી છે એ ગાડી માલિક ને બોલાવ્યો છે એ આવે પછી એમનું બયાન લેવામાં આવશે એ પછી ફરિયાદ ની આગળ પ્રોસેસ કરવી કે કેમ પછીનો વિષય છે.
અરજદારે પોતાના ઘરના ઉપયોગ સારું વર્ના ગાડી તારિખ: 20/12/2023 નાં રોજ રાણકપુર બનાસકાંઠા જિલ્લાના વ્યક્તિ પાસેથી લીધેલ હતી.
જે વર્ના ગાડી વેચાણ તરીકે લીધેલ ભજનદાસ સાધુએ ગાડી પોતના ઘર આગળ પાર્ક કરેલ અને તારિખ 7/1/2024 નાં રોજ સવારે વહેલા 7 વાગ્યા નાં સમયે ઊઠીને જોતા પાર્ક કરેલ ગાડી જ્યાં પાર્ક કરી હતી તે જગ્યા પર જોવા મળેલ નહિ.
જેની જાણ સૌ પહેલા પરિવારજનો ને કરતા પરિવારજનો વર્ના ગાડી આજુબાજુ શહેરના વિસ્તારમાં તપાસ કરેલ પરંતુ ગાડી નહિ મળી આવતાં વર્ના ગાડી જે વ્યક્તિ મહેન્દ્રસિંહ રાણકપુર બનાસકાંઠા જિલ્લાના પાસેથી લાવેલ હતા એ માણસ એજ ગાડી લઈ ગયેલ હોવાનો પાક્કો શક વહેમ હોય વર્ના ગાડી નંબર GJ 02 CA 9261 છે.તેની તપાસ થવા અને ચોરીની ફરિયાદ આપવા પરિવારજનો પોલીસ સ્ટેશન મથકે પહોચ્યા હતા.
જયાં પરિવારજનો એ સમગ્ર વાત કરતા પોલીસ તંત્ર દ્વારા આ ગાડી જે વેચાણ લેવામાં આવી હતી એ ભાઈ મહેન્દ્રસિંહનો સંપર્ક કરતા મહેન્દ્રસિંહ પોલીસ સ્ટેશન આવું છું આવું છું કરીને સતત આખો દિવસ કાઢ્યા બાદ સાંજના સમયે આશરે 4 વાગ્યા બાદ પહોચી આવે છે. અને કબૂલ કરે છે કે આ વર્ના ગાડી પોતે લઈ ગયેલ છે.અને ત્યારબાદ ગાડી થોડી જ વારમાં પોલીસ મથકે પણ કોઈક ભાઈ દ્વારા લાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધી આ ગાડી ની ફરિયાદ લેવામાં આવતી નથી અને આખરે પરિવારજનો એ પાટણ એસપી નો નંબર લઇ કોન્ટેક્ટ કર્યા બાદ સમગ્ર પોલીસ સ્ટેશન દોડતું થઈ આ ફરિયાદ લેવામાં આવે છે અને લેખીત માં ફરિયાદ લેવામાં આવે છે.તેમજ ફરિયાદી ને સમાધાન માટે કહેવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા આવા ચોર ને કેમ છાવરમાં આવે છે કેમ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
પરિવારજનો ગાડી મેળવવા માટે સતત 1 દિવસ પોલીસ સ્ટેશન મથકે દોડધામ કરે છે. સવારે આશરે 11 વાગ્યા થી લઈને રાત્રે 9: 30 વાગ્યા સુધી બેસી રહે છે ત્યારે ત્યાંના સુથાર પીએસઆઈ દ્વારા પરિવારજનો ને ધમકાવવા માં આવે છે અને કહેવામાં આવે છે.કે તમારા થી કઈ નહિ થવાનું આ ગાડી તો શ્રી સરકાર થઈ જશે કોઈને નહિ મળે અને કોર્ટ નો વિષય થયા પછી તમને બિલકુલ ગાડી મળવાની નથી તો સમાધાન કરી લો ત્યારે પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે કે સાહેબ આ ગાડી તો અમે વેચાણ તરીકે લોટરી કરીને લીધેલ છે અને દસ્તાવેજ લોટરી માં 1,55,000 હજાર પૂરા રૂપિયા આપી દેવામાં આવ્યા છે તેમજ 26,000 હજાર રૂપિયાના નવા ટાયર નખાવ્યાં છે જે ટોટલ રકમ 1,81,000 પૂરી છે.ત્યારે ત્યાંના અમુક સ્થાનિક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા પરિવારજનો ને કહેવામાં આવે છે કે આ દસ્તાવેજ કે આપે કરેલ લોટરી માન્ય નથી આમાં તમે ખોટા છો ત્યારે ફરી પરિવારજનો ને બીજા દિવસે 12 વાગ્યા નાં સમયે આવવા માટે કહેવામાં આવે છે. ત્યારે પરિવારજનો સતત બીજા દિવસે રાધનપુર પોલીસ સ્ટેશન મથકે આપેલ સમય દરમિયાન પહોચી આવે છે. પરંતુ એજ ફરીને વાત કહેવામાં આવે છે કે દસ્તાવેજ માન્ય નથી અને સમાધાન કરી લો ત્યારે આખરે પરિવારજનો લોટરી કરેલ વકીલ પાસે જઈને પોલીસ સ્ટેશન માં જે બનાવ બને છે તે હકીકત કહેતા વકીલ પોલીસ સ્ટેશન આવી વાત કરે છે કે લોટરી કેમ માન્ય નથી અને આ મારા ક્લાયન્ટ છે એમને ગાડી વેચાણ લીધેલ છે. તો એમને સમજાવી પરિવારજનો સાથે સમાધાન કરાવી ગાડી ની પતાવટ ઉપર ઉતરી આવે છે અને છેલ્લે આ ગાડી બીજા દિવસે સાંજે પોલીસ તંત્ર દ્વારા માલિક ને સોંપવામાં આવે છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જે પોતાની ફરિયાદ લઈને આવે છે જે એમની જોડે પૂરા દસ્તાવેજ હોય અને છતાં ચોરી ની ફરિયાદ નાં લેવામાં આવે ધક્કા ખવડાવવા માં આવે અને અને મજબૂર બનીને આવા સાચા ફરિયાદી ને પોલીસ સ્ટેશન માં તકલીફ પડે તે વેદના કેટલી યોગ્ય કે ફરિયાદી જ્યારે જિલ્લા વડા એસપી સાહેબ ને જાણ કરે છે.ત્યારે તો ફરિયાદ લેવામાં આવે છે.ત્યારે જે આ પરીવાર ની વેદના સામે આવી છે તે કેટલી યોગ્ય અને આવી વેદના ક્યારે દૂર થશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પોલીસ તંત્ર ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને અરજદારો પોતાની ફરિયાદ લઈને આવતા હોય છે કે એમને ન્યાય મળી રહે પરંતુ આવા અમુક પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારી દ્વારા જે પરિવારજનો કે ફરિયાદી ને કડવો અનુભવ થાય છે ત્યારે એક સાચો ફરિયાદી પોતાની વેદના કોને કહેવા જાય એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.
Patan live news GJ 24
Govabhai p ahir