દહેગામના લિહોડામાં લઠ્ઠાકાંડની આશંકા : દારૂ પીધા બાદ બેનાં મોત : ત્રણ સારવાર હેઠળ


  દહેગામના લિહોડામાં લઠ્ઠાકાંડની આશંકા : દારૂ પીધા બાદ બેનાં મોત : ત્રણ સારવાર હેઠળ

108 વાનને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ

- રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા લિહોડા ગામે પહોંચ્યા

દહેગામ, સોમવાર

    દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે જ્યાં દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓને હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુવેગે પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. તો બીજી તરફ લીહોડા આસપાસના વિસ્તારોમાં બેફામ વેચાતા દારૂના મામલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. હજુ પણ આવા શંકાસ્પદ કેસ સામે આવે તો તે માટે તંત્ર ધ્વારા પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં ઝેરી દારૂ પીવાથી પનાના મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગામના બે વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે આ બનાવ જાણ રખિયાલ પોલીસને થતા રખિયાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ દારૂના અડ્ડાઓ તેમાં દારૂ પીનારાઓની શોધખોળ અને તેમની તબિયત કેવી છે તેની હિલચાલ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી. વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. બીજી તરફ કોઈ દારૂ પીધેલી વ્યક્તિ શંકાસ્પદ બીમાર હાલતમાં જણાઈ આવે તેમના માટે 108 વાન પણ લીહોડા ગામે ખડકી દેવામાં આવી છે. મૃતકોમાં વિક્રમસિંહ રંગતસિંહ ઠાકોર (ઉ. વ.35) રહે. લીહોડા, કાનસિંહ ઉમેદસિંહ ઝાલા (ઉ. વ.42. રહે. પાનાના મુવાડા નો સમાવેશ થાય છે જયારે જે ત્રણ વ્યક્તિઓની હાલત લથડી છે તેમાં રાજુસિંહ ગુલાબસિંહ ઝાલા અને બળવંતસિંહ ઝાલમસિંહ ઝાલા ના નામ સામે આવ્યા છે. આ બન્ને હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. 

બન્ને મૃતદેહ પીએમ માટે ગાંધીનગર ખસેડાયા

 લીહોડા પંથકમાં દેશી દારૂ પીધા બાદ જે બે વ્યક્તિઓના મોત નીજ્યા છે તે વિક્રમસિંહ રંગતસિંહ ઠાકોર (ઉ. વ.35) રહે. લીહોડા, કાનસિંહ ઉમેદસિંહ ઝાલા (ઉ. વ.42. રહે. પાનાના મુવાડાની લાશોને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. હાલ તો બન્નેના મોત દેશી દારૂ પીધા બાદ થયા હોવાનું સામે આવ્યું છે તેમ છતાં મોતનું સાચું કારણ જાણવા બન્નેના પેનલ તબીબની મદદથી પીએમ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે. એકજ વિસ્તારમાંમાં બબ્બે યુવકોના મોતથી સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદી બેફામ

છેલ્લા લાંબા સમયથી ખ્યાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્ટેશન વિસ્તાર લીહોડા આસપાસના ગામડાઓમાં દેશી દારૂ બનાવવાનું અને તેનું વેચાણ કરવાનું ચાલી રહ્યું છે છતાં સ્થાનિક પોલીસ દારૂ મામલે ઢીલીનીતિ રાખતા દારૂની બદી બેકાબુ બની રહી છે. હપ્તારાજમાં સ્થાનિક પોલીસની દારૂ મામલે અસરકારક કાર્યવાહી ન કરતા આજે બે પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવવાની નોબત આવતા રખિયાલ પોલીસની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. 

દહેગામમાં અમિત શાહ અને સીએમના આગમન પૂર્વે કથિત લઠ્ઠાકાંડથી અધિકારીઓ દોડતા થયા

     આવતીકાલે દહેગામના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી રહ્યા છે. ત્યારે આ સ્થળથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે કથિત લઠ્ઠાકાંડ સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ લીહોડા ગામે દોડી આવ્યા હતા. આ ઘટનાના થોડાક કલાકો પૂર્વે દહેગામના કરોલી ગામે પણ બેકોમ વચ્ચે પથ્થરમારો થવા પામ્યો હતો. આમ દહેગામ પંથકમાં મોટા નેતાઓના આગમન પૂર્વે બનેલી બન્ને ઘટના ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહેવા પામી છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post