*સાંતલપુરના વૌવા ગામ ખાતે કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં ઉભોપાક પાણીમાં ગરકાવ: કોન્ટ્રાકટર ની ઘોર બેદરકારી નાં કારણે ખેડૂતો બન્યા ભોગ*
*કેનાલનું સમારકામ અને સફાઈની ગ્રાન્ટ કાગળ પર ખર્ચ...!!!*
*નઘરોળ રાધનપુર નર્મદા તંત્રને પાપે ખેડૂતો માટે કેનાલ બની આફત સમાન*
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે કેનાલમાં ગાબડું પડતાં ખેતરો પાણીમાં તરબોળ જોવા મળ્યા છે.ત્યારે કોન્ટ્રાકટરો ની ઘોર બેદરકારી નાં કારણે સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે. પાટણ નાં સાંતલપુર ની નર્મદા કેનાલ માં ગાબડું પડ્યું હતું.જે ગાબડું પડતા ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું અને પાણી ભરાવા નાં કારણે ખેડૂતો ને ઉભા પાકમાં પાણી ફરી વળતા વ્યાપક પ્રમાણમાં નુકશાન ની ભિતી સેવાઈ છે.ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ ની કોન્ટ્રાક્ટર પર રહેમ નજર ના કારણે આ વારંવાર ખેડુત ભોગ બની રહ્યા છે.ત્યારે આવા જવાબદાર અઘિકારીઓ અને કોન્ટ્રાક્ટ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
સાંતલપુર તાલુકાના વૌવા ખાતે ખેતરમાં પાણી ભરાતા ખેડુતોને પાક નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે.અને ખેડૂતો વારંવાર કેનાલો તૂટવાનાં કારણે સીધો ભોગ બની રહ્યા છે.રાધનપુર સાંતલપુર પંથક મા વારંવાર કેનાલો માં ગાબડા પડતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હાલમાં શિયાળુ વાવેતર કરવામાં આવેલ છે જેમાં જીરું ઇસબગુલ સહિતના પાક નાં વાવેતર કરેલ હોય આવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. કેનાલ નું સમારકામ થી લઈને સાફ સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે અને અનેક વાર ખેડુતોએ તંત્ર સામે રજૂઆત પણ કરી છે.છતાં કોઈક યોગ્ય વ્યવસ્થા નહિ કરવામાં આવતા આવા નઘરોળ તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાંતલપુરના વૌવા ગામ ખાતે કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો સાથે નઘરોડ રાધનપુર નર્મદા તંત્રને પાપે ખેડૂતો માટે કેનાલ આફત સમાન બની છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.ત્યારે કેનાલનું સમારકામ અને સફાઈની ગ્રાન્ટ ફક્ત ને ફકત કાગળ પર ખર્ચ કરવામાં આવે છે અને નક્કર કામગીરી કે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવતા હોવાના કારણે ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે ખેડૂત વર્ગમાં આવા નર્મદા નિગમના અધિકારીઓ સહિત મીલીભગત કોન્ટ્રાક્ટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.