સુરત/ કાયદાના વિરોધમાં BRTS બસમાં તોડફોડ કરનાર ડ્રાઈવર-કંડક્ટર સહિત 4ને ઝડપી લેવાયા
સુરતના ગોડાદરામાં ત્રણ જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટના કડક કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકા સંચાલિત બીઆરટીએસ બસમાં તોડફોડની ઘટના મામલે સીટી બસના ચાલક સહિત કંડકટર મળી કુલ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. આરોપીઓ દ્વારા બાઈક ઉપર આવેલા અજાણા શખ્સો દ્વારા બસના કાચ તોડી તોડફોડ કરી હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું.શરૂવાતમાં હડતાળીયા ટ્રાન્સપોર્ટર્સ દ્વારા તોડફોડ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસની ઉલટ તપાસમાં આ તોડફોડ અન્ય કોઈ નહીં પરંતુ પારિકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર અને ચાલકો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના ગોડાદરામાં બીઆરટીએસ બસના કાચ તોડવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે.જેમાં પાલિકા સંચાલિત બ્લુ સિટી બસના બે ચાલકો અને બે કંડક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.બીઆરટીએસ બસના કાચ પાલિકાના બસ ડ્રાઇવર અને કંડક્ટરે જ તોડ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટ ના નવા કાયદાના વિરોધમાં ત્રીજી જાન્યુઆરીના રોજ સીટી અને બીઆરટીએસ બસ ચાલકો અને કેટલાક ટ્રાન્સપોર્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા.જેના વિરોધમાં ગોડાદરા ખાતે કેટલાકે હંગામો કર્યો હતો.સરકારે નવા ઘડેલા મોટર વ્હીકલ એક્ટ ના કાયદા સામે વિરોધ દરમિયાન પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કાચ તોડી તોડફોડ કરવામાં આવી હતી.શરૂઆતમાં બાઈક ઉપર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનું રટન પાલિકા સંચાલિત સીટી બસના ચાલકો અને કંડક્ટરે કર્યું હતું..હડતાલ પર ઉતરેલા ટ્રાન્સપોર્ટર્સ દ્વારા કાચ તોડવામાં આવ્યા હોવાની આશંકા જે તે સમયે પોલીસે વ્યક્ત કરી હતી.પરંતુ પોલીસ તપાસમાં સીટી બસના કંડકટર અને ડ્રાઇવરે જ આ તોડફોડ કરી હોવાનું બહાર આવતા ઘોડાદરા પોલીસે સૌ પ્રથમ સમીર હમીક સાવતારની ધરપકડ કરી પુછપરછ કરી હતી..જે પૂછપરછ સાગર દગડું ગુરવ, દિનેશ દિપક સોનવને અને સમર્થ રવિન્દ્ર સોનવનેના નામો સામે આવતા તમામની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા.પોતાના હેતુ સિદ્ધ કરવા બસ ડ્રાઇવર અને કંડક્ટરે બસના જાતે કાચ તોડ્યા હતા..જ્યાં ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ગોડાદરા પોલીસે હાથ ધરી છે.