સુરત/ જીરો રૂટ દબાણ અંતર્ગત રસ્તા પરથી લારી-પાથરણાના ધંધા હટાવાતા સ્ટ્રીટ વેન્ડરોએ મહા રેલી યોજી કર્યુ વિરોધ પ્રદર્શન


  સુરત/ જીરો રૂટ દબાણ અંતર્ગત રસ્તા પરથી લારી-પાથરણાના ધંધા હટાવાતા સ્ટ્રીટ વેન્ડરોએ મહા રેલી યોજી કર્યુ વિરોધ પ્રદર્શન

સુરતમાં જીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી-પાથરણા વાળાને હટાવવામાં આવ્યાં છે. ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદશન કર્યું હતું.

SMC દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે. શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કર્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.આગામી સમય મા પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી અપાઈ છે. મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઇ છે. હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે. મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી SMC કચેરી જવા રવાના થયા હતાં. SMC વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post