સુરેન્દ્રનગર : લીંબડીના બોરાણા ગામમાંથી 205 કિલો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો


 

નશીલા પદાર્થ પકડાતા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જ્યાં લીંબડીના બોરાણા ગામની સીમમાં ગાંજાનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. ત્યારે એસઓજી પોલીસે દરોડા પાડીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.

આ મામલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામના બોરાણા ગામની સીમમાં શુક્રવારે રાજસ્થાનથી આઇસરમાં સૂકો ગાંજો લાવવામાં આવ્યો હતો. ગાંજાનું કટીંગ દરમિયાન જ એસઓજી ત્રાટકી હતી. એસઓજી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ બે ઇસમોની અટકાયત કરી હતી.એસઓજીએ અંદાજો 205 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક આઇસર બે મોટરસાયકલ સાથે રાજસ્થાનના બે ઇસમોની અટકાયત કરી છે. લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અંગેની તજવીજ હાથ કરવામાં આવી

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post