સાબરકાંઠા / ભાજપના બે-બે સાંસદ હોવા છતા પોશીના તાલુકાના પડાપાટમાં રોડ નથી, દર્દીને જોળીમાં લઇ જવાયા



સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાનું પડાપાટ ગામ આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે. પોશીના તાલુકાના પડાપાટ ગામના ગ્રામજનો હજી પણ 19મી સદીમાં જીવી રહ્યાં છે, કારણે સાબરકાંઠામાં ભાજપના બે-બે સાંસદ હોવા છતા પોશીના તાલુકાના પડાપાટમાં રોડ નથી, જેના કારણે એમ્બ્યુલન્સ ગામમાં ન આવતા દર્દીને જોળી કરીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે. 
આ વાતનો પુરાવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પડાપાટ ગામનો એક વીડિયો છે. પડાપાટ ગામના ટીપુબેન બિમાર થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જો કે ગામમાં રોડ ન હોવાથી આ મહિલાદર્દીને જોળી કરીને ત્રણ કિલોમીટર સુધી ચાલીને ગ્રામજનો એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાંથી ભાજપના બે-બે સાંસદો છે. રમીલાબેન બારા રાજ્યસભા સાંસદ છે અને દીપસિંહ રાઠોડ લોકસભા સાંસદ છે. આમ છતાં આ ગામમાં તેઓ રોડ બનાવી શક્યા નથી. જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પડાપાટ ગામનો આ

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post