ઝઘડાનાં સમાધાન માટે બોલાવી વ્યક્તિ પર ચાર લોકોએ છરી , લોખંડની પાઇપ , લાકડીઓથી હુમલો


 ઝઘડાનાં સમાધાન માટે બોલાવી વ્યક્તિ પર ચાર લોકોએ છરી , લોખંડની પાઇપ , લાકડીઓથી હુમલો

પાટણ શહેરનાં છીંડીયા દરવાજા વિસ્તારમાં અગાઉની બોલાચાલી અને ઝઘડાનાં સમાધાન માટે બોલાવી એક વ્યક્તિ પર ચાર લોકોએ છરી, લોખંડની પાઇપ, લાકડીઓથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ ઝપાઝપી દરમ્યાન એક શખ્સના ગળામાંથી સોનાની ચેન અને મોબાઈલ ક્યાંક પડી ગયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્તે ચાર લોકો સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી 325/323/403 મુજબ ગુનો નોંધ્યો હતો.

સરસ્વતિ તાલુકાનાં વામૈયા ગામનાં સેંધુજી ઠાકોર અને જામઠાનાં રાહુલ નકાર વચ્ચે અગાઉ પાટણ શિતળા માતાનાં મંદિર પાસે બોલાચાલી થયેલી જેનાં સમાધાન માટે સેંધુજીને બોલાવીને રાહુલે સેંધુજીનાં માથામાં લોખંડની પાઇપ તથા ભરતજીએ છરીનાં ઘા ઝીંકયા હતાં. આ ઝઘડામાં એક વ્યક્તિ વચ્ચે છોડાવવા માટે પડતાં અલ્પેશ અને રાજુએ સેંધુજી અને અન્યને લાકડીઓથી માર મારતાં ઇજા થઈ હતી અને ઝપાઝપીમાં સેંધુજીની ચેન અને મોબાઇલ પડી ગયા હતાં.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, પાટણનાં કિલાચંદમાં એક દવાખાનામાં નોકરી કરતાં સેંધુજીએ 15 દિવસ પૂર્વે પાટણનાં કિલાચંદમાં જ આવેલ એક અન્ય દવાખાનામાં નોકરી કરતાં રાહુલને તેનાં બાઈકની નંબર પ્લેટ ઉપર લખેલી અટક કાઢવા જણાવતાં તે નામ બદલવાનું કહીને જતો રહ્યો હતો. બાદમાં સેંધુજી પોતાની નોકરીનાં સ્થળે હતો ત્યારે રાહુલે તેને આગાઉની બોલાચાલીનાં મામલે સમાધાન કરવા માટે શિતળા માતા મંદિર ખાતે બોલાવતાં તે તેનાં મિત્ર કરણ સાથે ત્યાં જતાં તેની ઉપર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત સેંધાજી અને કરણને સારવાર માટે ખસેડાયા હતાં.

Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post