બનાસકાંઠા / ડીસામાં બે વર્ષ પહેલા 225 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ


 બનાસકાંઠા / ડીસામાં બે વર્ષ પહેલા 225 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ

બનાસકાંઠાના ડીસામાં બનેલ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. 225 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ પર માત્ર બે વર્ષના ગાળામાંજ મોટી તીરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

બનાસકાંઠાના ડીસામાં વાહનચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે 225 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઊભા થયા હતા. ત્યારબાદ હવે માત્ર બે વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે.આ બ્રીજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે, ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને સવાલો ઊભા થયા છે. આ તિરાડો અંગેની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનાર એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post