ડીસામાં બનાસપુલ પાસે વિચિત્ર અકસ્માત, લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી જતા કંડકટર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત


ડીસામાં બનાસપુલ પાસે વિચિત્ર અકસ્માત, લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી જતા કંડકટર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત
ડીસામાં બનાસપુલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બસ અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી જતા કંડકટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ડીસામાં બનાસપુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા – અમદાવાદ બસ ડીસામાં બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રીક્ષાની ઓવરટેક કરી રહ્યો હતો તે સમયે અચાનક રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા અને અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડકટર સહિત આઠ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. લોખંડના સળિયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહી લુહાણ થઈ ગયા હતા.ઘટનાને પગલે તરત જ આજુબાજુના લોકો અને વાહનચાલકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસાની બે અને ગઢની એક એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમો પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છેઉલ્લેખનીય છે કે અકસ્માત થયા બાદ તરત જ બસચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ખરેખર તો આટલો મોટો અકસ્માત થયો હોય અને કંડકટર સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તો બસચાલકે પણ ત્યાં રાહત કામગીરીમાં જોડાવું જોઈએ અને ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ અકસ્માત બાદ તરત જ બસ ચાલક ત્યાંથી નાસી જતા લોકોમાં ભારે ફેલાયો હતો.

patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post