ગુજરાતના દરિયામાંથી અધધ.. 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ATS અને કોસ્ટગાર્ડનું સૌથી મોટું ઓપરેશન


 ડ્ર  દ ર: ગુજરાતના દરિયામાંથી અધધ.. 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ATS અને કોસ્ટગાર્ડનું સૌથી મોટું ઓપરેશન

સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે ગુજરાતના દરિયાકિનારેથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. પોરબંદરના મધદરિયેથી અંદાજે 3100 કિલો ડ્રગ્સનો જથ્થો નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. સાથે 4 લોકોની ધરપકડ પણ કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ વેરાવળ બંદર નજીકથી રૂ. ૩૫૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું.

ગુજરાતના દરિયા કિનારામાંથી ફરીથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીનું સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના મધદરિયામાંથી 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2000થી 2500 કરોડ રૂપિયા થાય છે. કરોડા રૂપિયાના ડ્રગ્સ સાથે ચારથી પાંચ ફોરેનરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સીમામાંથી બોટ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હતું. ચરસ અને ડ્રગ્સનાં જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી છે. ગણતરી બાદ એનસીબી દ્વારા સત્તાવાર આવતીકાલે માહિતી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ પોલીસે તાજેતરમાં વેરાવળ બંદર નજીકથી રૂ. ૩૫૦ કરોડની કિંમતનું ૫૦ કિલો હેરોઇન ઝડપી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હેરોઇનનો આટલો જંગી જથ્થો મંગાવનાર તરીકે જોડિયાના ઇશાકનું નામ ખૂલ્યું છે.ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ એમ.એમ. રાણા, એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજા સહિતની ટીમે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકથી ઇકો કારમાં પસાર થયેલા આસીફ ઉર્ફે કારા જુસબ સમા (ઉ.વ૨૪, રહે. બેડેશ્વર, હાઉસીંગ બોર્ડ, રૂમ નં. ૪૦, જામનગર) અને તેના મિત્ર અરબાઝ અનવર પમા (ઉ.વ.૨૩, રહે. ગુલાબનગર, ગોસિયા મસ્જિદ પાસે, જામનગર)ને અટકાવી ઇકો કારની તલાશી લેતાં અંદરથી આશરે ૨૫ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારબાદ આસીફે આપેલી માહિતીના આધારે નલીયા ગોદી પાસેથી ધર્મેન્દ્ર બુધીલાલ કશ્યપ (ઉ.વ.૩૦, મહમદપુર નરવાલ, પોસ્ટ કુર્ની, જિલ્લો કાનપુર, યુપી)ના કબજામાંથી બીજુ આશરે ૨૫ કિલો હેરોઇન ઝડપી પાડયું હતું.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post