સુરત/ નિર્માણાધિન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એકાએક દીવાલ થઈ ધરાશાયી, શ્રમિકો ન હોવાથી દુર્ઘટના ટળી

 સુરત/ નિર્માણાધિન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એકાએક દીવાલ થઈ ધરાશાયી, શ્રમિકો ન હોવાથી દુર્ઘટના ટળી

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં નિર્માણાધિન પ્રોજેક્ટની દીવાલ ધરાશાયી થઈ હતી. ચાલુ પ્રોજેક્ટની દીવાલ ધરાશાયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર નહોતા. જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, કોઈ શ્રમિક ધરાશાયી થયેલી દીવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે.

ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેકટની દીવાલ ઘરાશાયી થઈ હતી. ડીંડોલીના આથર્વ પ્રોજેકટની દીવાલ ધરાશાયી થઈ હતી. જો શ્રમિકો હાજર હોત તો મોટો દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઉભા થયા છે.સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે. આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે. સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે. આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઉભા થયા છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post