હિંમતનગર સિવિલ હોસ્પિટલનું તંત્ર રામ ભરોસે, હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ!


 હિંમતનગર સિવિલ હોસ્પિટલનું તંત્ર રામ ભરોસે, હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ!

હિંમતનગર સિવિલ હોસ્પિટલનું તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અમે નથી કહી રહ્યાં, પણ હિંમતનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આંખે આખી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ છે જે આ વાતને સાર્થક કરે છે. 

એમ્બ્યુલન્સના ડ્રાઈવરે હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. થોડા સમય બાદ ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી એમ્બ્યુલન્સ 15 મિનિટમાં ચોરી કરીને લઈ જતો દેખાયો હતો. એમ્બ્યુલન્સ ચોરાયાનું માલુમ થતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર શરદ બોડાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post