પાટણ / સુકી ભઠ્ઠ સરસ્વતી નદી જીવંત બની, સુજલામ સુફલામ કેનાલ મારફતે નર્મદાના નવા નીર ઠલવાયા


 પાટણ / સુકી ભઠ્ઠ સરસ્વતી નદી જીવંત બની, સુજલામ સુફલામ કેનાલ મારફતે નર્મદાના નવા નીર ઠલવાયા

પાટણની સુકી ભઠ્ઠ  સરસ્વતી  નદીમા સુજલામ સુફલામ કેનાલ થકી  નર્મદાના નવા નીર  ઠાલવવામાં આવ્યા છે,    જેને લઈ સરસ્વતી નદી જીવંત બની સાથે સાથે નવા નીર આવતા ખેતી માટે સિંચાઈનું પાણી અને ભૂગર્ભજળ સંચય થતા પાણીના તળ ઊંચા આવશે. 

પાટણ જિલ્લાની એકમાત્ર 54 વર્ષ જૂની સરસ્વતી જળાશય યોજના 1972મા ખુલ્લી મુકાઈ હતી, જેનાથી  6721 હેકટરનો સિંચાઈ વિસ્તારને લાભ મળે છે. આ યોજના 81 મીટર ઉંચાઈ ધરાવે છે તેની લંબાઈ 3 માઈલ એટલે કે આશરે 5 કિલોમીટરનો ઘેરાવો છે આ જળાશય યોજના શાખા નહેર, પેટા નહેરથી  71 કિલોમીટર સુધી પાણી મોકલાય છે. સરસ્વતી બેરેજ થકી ખાન સરોવરમા 18.15 ઘન કયુબીક મીટર પાણીનો સંગ્રહ તેમજ વત્રાસર તળાવમા 14.41 ઘન કયુબીક પાણી સ્ટોર થાય છે સરસ્વતી નદી જીવંત થતા ખેતીને લાભ થશે.આ પણ વાંચો સુરેન્દ્રનગર / સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, 417 કરોડની યોજનાને મંજૂરીપાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની આજુબાજુ કમાંડ એરિયામાં સિંચાઈ માટે ખેતીને પાણી મળે તે માટે એક દસકા પહેલા પાટણમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખોરસમ નજીક પાણી સ્ટોરેજ થાય છે. હાલ આ કેનાલમાં પાણી વધુ હોવાથી નજીકના તળાવો તેમજ નદીઓમાં પાણી છોડવામાં આવતા પાટણની સરસ્વતી નદીમાં હાલ નવા નીર આવ્યા છે.

Patan live news GJ 24 

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post