દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે તત્કાલીન પ્રયોજન અધિકારીની ધરપકડ


 દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે તત્કાલીન પ્રયોજન અધિકારીની ધરપકડ

દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી કચેરી મામલે વધુ એક સરકારી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. તત્કાલીન પ્રયોજન વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસ દ્વારા તત્કાલીન પ્રયોજન વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે.

એસ જે પંડ્યા 2022થી 2023 દરમિયાન દાહોદમા પ્રયોજન વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવામા આવી હતી, જેમા 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા. 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થઇ ગયું છે. જો કે આ આંકળો તપાસ બાદ વધી પણ શકે છે. સમગ્ર મામલે એક પૂર્વ IAS બાબુ નીનામા સહીત 11 આરોપીની અગાઉ પોલીસે ઝડપી પાડયા હતા. આવનાર દિવસોમાં આ મામલે વધુ ધરપક થઇ શકે છે

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post