લ્યો બોલો! અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી ચોરાઈ એસટી બસ


 લ્યો બોલો! અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી ચોરાઈ એસટી બસ

વાહન ચોરીની ઘટનામાં હજી સુધી આપણે સાઇકલ, સ્કુટર, મોપેડ, બાઈક અને કારની ચોરી થયાનું સાંભળ્યું છે. પણ અમદાવાદ શહેરમાં વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. અંતે 2 કલાકની મહેનત બાદ આ બસ દહેગામથી મળી આવી હતી અને એક વ્યક્તિ બસને લઈ ગયો હતો.મળતી માહિતી મુજબ બસ લઈને ભાગેલો આ યુવક માનસિક અસ્થિર છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે. પણ આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. બસ જેવું આટલું મોટું વાહન ચોરાઈ જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે.

Patan live news GJ 24 

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post