છોટાઉદેપુર / ભાજપ કાર્યાલય માટે બુટલેગરે આપી જમીન, ગોરધન ઝડફિયાએ સ્ટેજ પર ગુલદસ્તો આપી કર્યું સ્વાગત


 છોટાઉદેપુર / ભાજપ કાર્યાલય માટે બુટલેગરે આપી જમીન, ગોરધન ઝડફિયાએ સ્ટેજ પર ગુલદસ્તો આપી કર્યું સ્વાગત 

છોટાઉદેપુર ખાતે ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપ માં જોડવાના કાર્યક્રમમાં સ્ટેજ પર બુટલેગર દેખાયો હતો. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તેમજ મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાએ આ બુટલેગરનું ગુલદસ્તો આપી સ્વાગત કરતા ભાજપની આબરૂ ધૂળધાણી થઇ છે.

છોટાઉદેપુર ખાતે ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડવા માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના અલીરાજપુરનો બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ સ્ટેજ ઉપર ભાજપનો ખેસ નાખીને ચડ્યો હતો અને ગોરધન ઝડફિયાએ ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું હતું. જયારે લોકસભાના ભાજપ ના ઉમેદવાર જસુ રાઠવાએ પણ ગુલદસ્તો આપી તેનું સ્વાગત કર્યું.આ બુટલેગરે ભાજપ કાર્યાલય બનાવવા માટે જગ્યા આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના આ બુટલેગર સામે છોટાઉદેપુરમાં અગાઉ ગુન્હો નોંધાયો હતો અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.ભાજપના આ કાર્યક્રમમાં બુટલેગરની હાજરીથી ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. છોટાઉદેપુર ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાના કાર્યક્રમમાં નેતાઓએ બુટલેગરનું સ્વાગત કરીને સ્ટેજ ઉપર પણ સ્થાન આપ્યું હતું, સાથે ભાજપ કાર્યાલય બનાવવા માટે જગ્યા આપવાનો આભાર પણ માન્યો હતો.છોટાઉદેપુર ભાજપના નેતાઓ આ બુટલેગરને સારી રીતે ઓળખે છે અને સબંધો પણ ધરાવે છે. છોટાઉદેપુરમાં આ બુટલેગરની દરરોજ આવન-જાવન પણ છે. હાલ તો ભાજપ ચૂંટણી જીતવા માટે કોઈને પણ ગળે લગાવે તેવું વાતારવરણ ઉભું થયું છે.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post