અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડીયા આવતીકાલે 12 વાગ્યે પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં


 અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડીયા આવતીકાલે 12 વાગ્યે પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને આજે 4 માર્ચે એક જ દિવસે બે મોટા ઝટકા લાગ્યા છે. સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને બપોર બાદ પોરબંદરના વર્તમાન ધારાસભ્ય તેમજ કોંગ્રેસના કદ્દાવર નેતા અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રૂબરૂ જઈને રાજીનામુ આપી દીધું. 

કોંગ્રેસના આ બંને પૂર્વ ધારાસભ્યો આવતીકાલે 5 માર્ચે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ‘પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અંબરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે.’ જો કે એ પહેલા અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, અંબરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચે, મંગળવારે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે. આ પણ વાંચો અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું, કહ્યું, કોંગ્રેસે ભગવાન રામ અને અયોધ્યા મહોત્સવનું અપમાન કર્યુંઅર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એક્સ પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ‘મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.’


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post