અમદાવાદ : રેશનકાર્ડ કઢાવી આપવા સબ ઝોનલ ઓફિસના કોમ્પ્યુટર ઓપરેટર સહિત બે લોકો લાંચ લેતા ઝડપાયા


 અમદાવાદ : રેશનકાર્ડ કઢાવી આપવા સબ ઝોનલ ઓફિસના કોમ્પ્યુટર ઓપરેટર સહિત બે લોકો લાંચ લેતા ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રેશન કાર્ડ કઢાવી આપવા લાંચ લેનારા મક્તમપુરા વોર્ડના સબ ઝોનલ ઓફિસના કોમ્પ્યુટર ઓપરેટર સહિત બે લોકોને ઝડપી લીધા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મક્તમપુરા વોર્ડ, સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુનિલ ભોજાવીયાએ ફરિયાદીને રેશનકાર્ડ બનાવવા પોતાની પુરવઠા ઓફિસમાં ઓળખાણ હોય જેથી ફરિયાદી પાસે રૂપિયા 4500ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ રૂ. ૩૦૦૦ અગાઉથી આપી દીધા હતા.બાકીના 1500માંથી રૂ.1000 માફ કરી દીધા અને 500 રૂપિયા આપવા કહ્યું હતું. પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.ફરીયાદના આધારે મંગળવારે એ.સી.બીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. કોમ્પ્યુટર ઓપરેટરે લાંચના નાણા કમરૂદ્દીન બદરૂદ્દીન શેખ ઉર્ફ મૈયુને આપવા જણાવ્યું હતું. પરિણામે ફરીયાદી પાસેથી લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાય ગયા હતા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post