RAJKOT / આવાસ યોજનામાં મોટા કૌભાંડની આશંકા, ભાજપના બે કોર્પોરેટરના પતિઓએ પોતાના 20 સગા-સંબંધીને ફ્લેટ અપાવ્યાંના આક્ષેપ


 RAJKOT / આવાસ યોજનામાં મોટા કૌભાંડની આશંકા, ભાજપના બે કોર્પોરેટરના પતિઓએ પોતાના 20 સગા-સંબંધીને ફ્લેટ અપાવ્યાંના આક્ષેપ

રાજકોટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવી રહેલા આવાસ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓએ પોતાના 20 સગા-સંબંધીને આવાસ યોજનાના આ ફ્લેટ અપાવ્યાં છે. 

રાજકોટ શહેરમાં સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસનો ગઈકાલે 7 માર્ચે ડ્રો થયો હતો. આવાસ યોજનામાં જે લોકોને આ આવાસ ડ્રોમાં લાગ્યા એ લિસ્ટમાં 20 જેટલા લાભાર્થીઓ વોર્ડ -5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને વોર્ડ-6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવના સગા-સંબંધી હોવાની ચર્ચા થઇ રહી છે. આ બાબતે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કવા ગોલતર અને મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરીને પોતાના સગા-સંબંધીઓના નામે સરકારી આવાસ મેળવી લીધા છે. જો કે બંને સાથે વાત કરતા તેમણે આ આક્ષેપો નકારી કાઢ્યા છે. જો કે આ સમગ્ર આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તે જરૂરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post