સુરત/ 30 લાખના ફોનની ચોરી કરનાર 'સ્માર્ટ' ચોર ઝડપાયો, ગૂગલ મેપથી મોબાઈલની મોટી શોપ સર્ચ કરી લેતો નિશાને

 

સુરત/ 30 લાખના ફોનની ચોરી કરનાર 'સ્માર્ટ' ચોર ઝડપાયો, ગૂગલ મેપથી મોબાઈલની મોટી શોપ સર્ચ કરી લેતો નિશાને
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાંથી રૂપિયા 29 લાખની કિંમતના મોબાઈલ અને રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ 30 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના કલ્યાણ ખાતેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.આરોપીઓ ગૂગલ પર મોબાઇલની મોટી શોપ સર્ચ કરતા હતા અને ત્યારબાદ માત્ર એક્ટિવા પર જઈ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે.
ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગના આરોપીની ધરપકડ કરી છે,જે આરોપી પોતાના અન્ય સાગરીત સાથે મળી માત્ર મોટી મોબાઇલ શોપને જ નિશાન બનાવતો હતો.જે મોટી મોબાઈલ શોપને નિશાન બનાવતા પહેલા તો ગૂગલ પર સર્ચ કરતો અને ત્યારબાદ પોતાના અન્ય સાગરીત સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર,ગત ચોથી માર્ચના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી સામે ગુજરાત મહા- શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી.જે મોબાઈલ શોપમાંથી રૂપિયા 29 લાખથી વધુની કિંમતના રીપેરીંગ અર્થે આવેલ અને નવા મોંઘીદાટ નવા મોબાઈલ ઉપરાંત શોપમાં રહેલા ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા એક લાખ મળી કુલ 30 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે મોબાઇલ શોપ ના માલિકની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો ચોર શખ્સ માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી લાખોની કિંમતના મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા કેદ થયો હતો. જે સીસીટીવી ફૂટેજ ના આધારે કાપોદ્રા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ચક્રોગતિમાન કરાયા હતા.
દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને માહિતી મળી હતી કે લાખોની મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપી અમર વિજય ખરાટ મુંબઈના કલ્યાણ ખાતે છુપાયો છે. જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી. જ્યાં સતત વોચમાં રહી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા લાખોની મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપી અમર વિજય ખરાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ માં તેના અન્ય સાગરીત રામનિવાસ મંજુ ગુપ્તા નું નામ બહાર આવ્યું હતું. જે આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી અમર વિજય ખરાટની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં ચોકાવનારી હકીકતો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ચોકી ઉઠી હતી. ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી રામનિવાસ મંજુ ગુપ્તા અને વિજય ખરાટ મુંબઈથી મોપેડ પર સુરત આવ્યા હતા. સુરત આવવા પહેલા બંને આરોપીઓ નવસારી હાઇવે પર આવેલ એક હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ બારડોલી ખાતે હોટલમાં રોકાણ કરી અન્ય ગુનાને અંજામ આપવા રેકી હતી.જ્યાં મોબાઈલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા બંને આરોપીઓ સુરત આવી એક હોટલમાં રોકાયા હતા. આરોપીઓ દ્વારા google ઉપર સર્ચ કરી મોંઘી મોબાઇલની શોપ કઈ છે તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી. જેમાં સુરતના કાપોદ્રા સાગર સોસાયટી સામે આવેલી ગુજરાત મોબાઇલ શોપ નામની દુકાન નું નામ સામે આવતા ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી હોટલમાં રોકાયા બાદ ગુજરાત મોબાઇલ શોપ ની રેકી કરી આરોપીઓએ દુકાન સામે જ સેન્ડવીચની મજા પણ માણી હતી. ત્યારબાદ પરત હોટલમાં ચાલ્યા ગયા હતા.જ્યાં રાત્રીના એક વાગ્યાના સમયે બંને આરોપીઓ મોપેડ પર સવાર થઈ ફરી કાપોદ્રા ચાર રસ્તા ખાતે આવેલી ગુજરાત મોબાઇલ શોપ પર પહોંચ્યા હતા. ગુજરાત મહા- શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઇલ શોપનું શટર ગેસ કટરથી કાપી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જેમાં વિજય ખરાટે દુકાનમાં રહેલા રૂપિયા 29 લાખની કિંમતના મોંઘીદાટના મોબાઈલ અને રીપેરીંગ અર્થે આવેલ અન્ય મોબાઈલ સહિત ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 1 લાખની ચોરી કરી પરત મુંબઈના કલ્યાણ ખાતે ભાગી છૂટ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું..સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે આરોપીઓ સૌપ્રથમ તો google ઉપર મોટી મોબાઇલ શોપ ક્યાં આવેલી છે તે માટે સર્ચ કરે છે. જેના આધારે ચોરી કરવાનો પ્લાન નક્કી કરે છે. ચોરી કરવા માટે પણ આરોપીઓ મુંબઈથી પોતાની મોપેડ પર જાય છે અને જે તે નક્કી કરેલ સ્થળ અને દુકાનની રેકી કરી પોતાના ગુનાને અંજામ આપે છે. જે ગુનામાં હાલ મુખ્ય આરોપી રામનિવાસ મંજુ ગુપ્તા ફરાર છે,જેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ઉપરાંત હાલ ઝડપાયેલો આરોપી અમર વિજય ખરાટ અગાઉ પણ થાણા સીટી પોલીસ ના કુલ 9 જેટલા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.જ્યાં મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ગુના ઉકેલાવાની પણ શક્યતાઓ રહેલી છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ
 

Post a Comment

Previous Post Next Post