દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણ હટાવવા કામગીરી


 દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણ હટાવવા કામગીરી

દ્વારકા જિલ્લમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર

સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરાઈ

સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તાર માં થયેલ દબાણ દૂર કરવા તંત્રએ આપી હતી નોટિસ

તંત્ર દ્વારા પોલીસ જવાનો સહિત જે.સી.બી., હિટાચી જેવા મશીનો ખડકવામાં આવ્યા

લોકો દ્વારા હાલ સ્વેચ્છાએ પોતાની ઘર વખરી દૂર કરાઇ

રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ કર્યું છે દબાણ

રાજ્ય સરકાર છેલ્લા ઘણા દિવસોથી એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને રાજ્યભરમાંથી સંપૂર્ણ હટાવવાનું કામ હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં ફરી એક વખતા બુલડોઝર ફરી વળ્યું છે.સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવા માટે તંત્રએ નોંટીસ આપી હતી.

પોલીસ જવાનો સહિત જે.સી.બી., હિટાચી જેવા મશીનો ખડકવામાં આવ્યા

સોમવારે પોલીસ જવાનોને સાથે રાખીને જેસીબી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી.રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ દબાણ કર્યુ હતું.આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે.જેસીબી સહિતના સાધનો સાથે તંત્રના અધિકારીઓ દબાણ હટાવવા માટે પહોંચતા લોકોએ સ્વેચ્છાએ પોતાની ઘરવખરી દૂર કરતા પણ જોવા મળ્યા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post