સુરત : સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રીને મુક્કો મારતા મોત, આરોપીની ધરપકડ


 સુરત : સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રીને મુક્કો મારતા મોત, આરોપીની ધરપકડ

સુરતમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને છાતી પર મુક્કા મારતા મોત નીપજ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા મૃતકના પુત્રની સાસુ વિશે સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મુકી હતી. જે પોસ્ટ હટાવવા મુદ્દે અને સમાધાન કરવા પિતા-પુત્ર સસ્પેન્ડ પોલીસ કર્મચારીના ઘરે ગયા હતા. જ્યાં આરોપીએ મુક્કો મારતા મોત નિપજ્યું હતું.

અગાઉ દારૂની હેરાફેરી કેસમાં ઝડપાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હત્યા કેસમાં ઝડપાયો છે. ભેસ્તાન પોલીસ મથકના એસીપી દિપસિંહ વકીલના જણાવ્યાનુસાર, ઉન સ્થિત ભેસ્તાન ખાતે રહેતા સલીમ બાઘડીયા પોતાના સહ-પરિવાર જોડે રહે છે. પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ પ્રોહીબિશનના ગુનામાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારી રોનક હીરાણીએ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી.આ પોસ્ટને લઈ જમાઈ અને અને તેના પિતા દ્વારા આ પોસ્ટ હટાવવા મુદ્દે રોનકના પરિવારનો સંપર્ક કર્યો હતો. જોકે, સુમિત અને તેના પિતા આરોપી રોનક હીરાણીના ત્યાં ગયા હતા. જ્યાં પોતાની સાસુની પોસ્ટ હટાવી દેવા અંગે બંને પિતા-પુત્ર દ્વારા ભારે આજીજી કરવામાં આવી હતી. પોસ્ટ નહીં હટે. હું પોલીસ મથકમાં ફરજ બજાવ છું તેમ કહી રોનક હીરાણીએ રોફ જમાવ્યો હતો. જે બાદ સુમિતના પિતાને છાતી પર આરોપીએ મુક્કો માર્યો હતો. જે બાદ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભેસ્તાન પોલીસ દ્વારા મૃતક સલીમ બાઘડીયાના પુત્ર સુમિત બાગડીયાની ફરિયાદના આધારે સસ્પેન્ડ પોલીસ કર્મચારી અને હત્યારા રોનક હીરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. હત્યા કેસની વધુ તપાસ ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.મહત્ત્વનું છે કે મૃતક સલીમ બાઘડીયા શહેર ભાજપના લઘુમતી મોરચાનો મહામંત્રી છે. જ્યારે સસ્પેન્ડ પોલીસ કર્મચારી રોનક હીરાણી અગાઉ દારૂની હેરાફેરી કેસમાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post