પાલનપુર ધનિયાણા ચોકડી પાસે નશામાં ધુત કાર ચાલકે ત્રણ રાહદારી અને રીક્ષામાં બેસેલા 4 લોકોને અડફેટે લીધા
પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે નશામાં ધુત કાર ચાલકે સર્જયો અકસ્માત
નશામાં ધુત કારના ચાલકે આઠ લોકોને લીધા હડફેટે
ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા
રિક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા
રોષે ભરાયેલા લોકોએ ગાડી ચાલકને મેથીપાક ચખાડ્યો
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર ધનિયાણા ચોકડી પાસે નશામાં ધુત કાર ચાલકે મોટો અકસ્માત સર્જો હતો. નશામાં ધૂત ચાલકે અકસ્માત સર્જતા ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. કારમાંથી દારૂની ખાલી બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા.
ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા
મળતા અહેવાલ પ્રમાણે રિક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા.ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ