સાયલા તાલુકામાં ધજાળા અને થોરીયાળી ગામમાંથી વીજળી ચોરી ઝડપાઈ, 50 લાખથી વધુનો દંડ વીજ કંપનીએ ફટકાર્યો


 સાયલા તાલુકામાં ધજાળા અને થોરીયાળી ગામમાંથી વીજળી ચોરી ઝડપાઈ, 50 લાખથી વધુનો દંડ વીજ કંપનીએ ફટકાર્યો

રાજ્યના સાયલા તાલુકામાં ધજાળા અને થોરીયાળી ગામમાંથી વીજળી ચોરી ઝડપાઈ છે. પીજીવીસીએલને બાતમી મળી હતી કે આ ગામોમાં મોટા પાયે વીજ ચોરી થઈ રહી છે, ત્યારે બીજી તરફ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે દરમ્યાન ગેરરીતી સામે આવી હતી. ધજાળા ગામે પેટ્રોલ પંપ પર પણ તપાસ કરતા વીજ ચોરી ઝડપાઈ હતી.

ધજાળા અને થોરીયાળી ગામમાંથી વીજળી ચોરી ઝડપાઈ

પેટ્રોલ પંપ પર તપાસ કરતા લાખોની વીજચોરી ઝડપાઈ હતી. પેટ્રોલ પંપને પીજીવીસીએલ વીજકંપનીએ 10.40 લાખનો દંડ ફટકાર્યો હતો.થોરીયાળી ગામમાંથી લાખોની વીજ ચોરી ઝડપાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે થોરીયાળી ગામે રેતીના વોશ પ્લાન્ટ પર ગેરરીતિ સામે આવી હતી. આ વોશ પ્લાન્ટ ચલાવનારને કંપનીએ 42 લાખનો દંડ ફટકાર્યો હતો. આ મામલે પીજીવીસીએલ ફૂુલ એક્શન મોડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વીજચોરો સામે સખ્ત અને આકરા પગલાં લેવામાં આવ્યા


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post