બનાસકાંઠામાં સીપુ નહેરની જગ્યામાં ગેરકાયદેસર દબાણ દારને નોટિસ ફટકારામાં આવી



 બનાસકાંઠામાં સીપુ નહેરની જગ્યામાં ગેરકાયદેસર દબાણ દારને નોટિસ

ફટકારામાં આવી

બનાસકાંઠામાં સીપુ નહેરની જગ્યામાં ગેરકાયદેસર દબાણ દારને નોટિસ ફટકારામાં આવી છે અને બે દિવસમાં જ દબાણદાર દ્વારા સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો નોટીસમાં ઉલ્લેખ કર્યો છે.

સરકાર દ્વારા લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજના માંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે પરંતુ નહેરની આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલા ખેતર માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીપુ નહેર એમએમ 2/2 જગ્યામાં ઓધારસિંહ દરબાર દ્વારા દબાણ થયું હોવાની માહિતી મળતા સીપુ જળાશય યોજનાના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા જ દબાણદારને નોટિસ આપવામાં આવી હતી.

તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે નહેરની સંપાદિત કરેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેમજ બે દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેમની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે એટલે દબાણદારે બે દિવસમાં દબાણ દૂર કરવું તેમજ કેનાલ ને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેને મુળ સ્થિતિમાં લાવવા નોટિસ આપી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post