બનાસકાંઠા એલ સી બી ની ટીમે રસાણા ગામમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા



 બનાસકાંઠા એલ સી બી ની ટીમે રસાણા ગામમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસે જુગારનો સાહિત્ય મોબાઈલ ફોન રોકડ રકમ સહિત 46.080 નો મુદ્દા માલ જપ્ત કર્યો: બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસવળા અક્ષયરાજ મકવાણા ની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના જુદા જુદા ગામોમાં દરરોજ સતત પેટ્રોલિંગ કરી દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે ડીસા તાલુકાના મોટા રસાણા ગામે બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મુકેશ પરમાર કાનસિંહ. જોરાવરસિંહ સહિત ની ટીમ ગઈકાલે ડીસા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના મોટા રસાણા ગામે મેરુ તળાવની બાજુમાં બાવળની જાળીઓમાં કેટલાક શખ્સો પૈસા વડે જુગાર રમી રહ્યા છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે સ્થળ ઉપર જઈ દરોડો પાડી જુગાર રમતા છ જણાને ઝડપી પાડ્યા હતા પોલીસે ચંદુજી વાલાજી ઠાકોર. માધુભાઈ હંસરાજભાઈ ભાટી. વિનદજી સંગ્રામજી ઠાકોર . સેવાજી પારજી જી ઠાકોર મુકેશ માધાજી ઠાકોર. જીતુજી દેવચંદજી ઠાકોર તમામ રહે રસાણા મોટા તા ડીસા વાળાની અટકાયત કરી તેમની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ મોબાઈલ ફોન મળી કુલ 46.080 મુદ્દા માલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post