ભરૂચ: વાલીયા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા દારૂને હેડ કોન્સ્ટેબલે વેચી માર્યો, ત્રણ વર્ષમાં કરી લાખોની કમાણી

ભરૂચ: વાલીયા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા દારૂને હેડ કોન્સ્ટેબલે વેચી માર્યો, ત્રણ વર્ષમાં કરી લાખોની કમાણી 

વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા વિદેશીદારૂના મુદ્દામાલમાંથી 31 લાખની  23,638 બોટલનો મુદ્દામાલ સગેવગે કરી હોવાનું સામે આવ્યું છે વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ જગદિશ  વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને બે મહિના પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેનો ક્રાઈમ રાઈટર તરીકેનો ચાર્જ મેહુલભાઈને  સોંપવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશનમાં કબ્જે કરાયેલો વિદેશીદારૂની તપાસ કરવા એસપી દ્વારા સુચના આપવામાં આવતા એક ટીમે ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વાલિયા પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ એલ.સી.બી.પી.આઇને સોંપી

વાલિયા પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ એલ.સી.બી.પી.આઇ.મનીષ વાળાને સોંપવામાં આવી છે. આ પોલીસ ક્રાઈમ રાઈટરે તેની ફરજ દરમિયાન વર્ષ 2021 થી 2023 દરમ્યાન 23,638 બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા 31,00,638નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવાપરા ફળિયા પાસે માર્ગની બાજુની સાઈડમાં કારમાંથી વિદેશ દારૂની 158 નંગ બોટલ મળી આવી હતી. જેમાં પોલીસે કુલ દારૂ સાથે રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં વાલીયા પોલીસમાં ફરજ બજાવતો જગદીશ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોય તેનું નામ ખુલ્યું હતું.જે કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો.હાલતો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને LCB પોલીસે ઝડપી પાડી રીમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પુછતાજ કરાઈ રહી છે.જ્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે ત્રણથી ચાર લોકોને પકડી તેમની પણ આ મામલે પુછતાછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


  

Post a Comment

Previous Post Next Post