પાટણની ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતાની ફરિયાદ, VIDEO થયો વાયરલ

પાટણની ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતાની ફરિયાદ, VIDEO થયો વાયરલ

પાટણની ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ફરિયાદ ઉઠી છે..જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીનું ઓપરેશન કરી રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર મામાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.

આ વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ  થયા પછી દર્દીના પરિવારજનોએ ઓર્થોપેડિક ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ફરિયાદ કરનાર દર્દીની સારવાર નહીં કરવાની પણ ધમકી આપી છે.

ધારપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટટેન્ડેન્ટે આ અંગે તપાસ માટે સમિતિની રચના કરી

ત્યાર બાદ આ સમગ્ર મામલાનો તૂલ પકડાયો છે. જો કે હાલ ધારપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટટેન્ડેન્ટે આ અંગે તપાસ માટે સમિતિની રચના કરી છે. આ સનિતિ તમામ બાબતોની તપાસ કરીને રિપોર્ટ સોંપશે. જેમાં શું હકિકત શું છે તે બહાર આવશે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post