અંકલેશ્વર / પાનોલી GIDCમાં RSPL કંપનીમાં લાગી વિકરાળ આગ, 5થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે


  અંકલેશ્વર / પાનોલી GIDCમાં RSPL કંપનીમાં લાગી વિકરાળ આગ, 5થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે 

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ RSPL કંપનીમાં આગ લાગતા દોઢધામ મચી જવા પામી હતી. પાંચથી વધુ ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પાનોલી GIDCમાં આવેલ RSPL કંપની અન્ય કંપનીઓના વેસ્ટ મટીરીયલના રિસાયકલિંગની કામગીરી કરે છે. આ કંપનીમાં અચાનક કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગને લાગતા  કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. આ અંગે કંપની સંચાલકોએ પાનોલી નોટિફાઇડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા પાંચથી વધુ ફાયર બ્રિગેડ સાથે ફાઈટર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાની  કવાયત હાથ ધરી હતી.આગના પગલે   પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે  પહોંચી ગયો હતો. આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post