રાજસ્થાનની કુખ્યાત ગિરધારી ગેંગનો સાગરીત બનાસકાંઠામાંથી ઝડપાયો, અમદાવાદમાં જવેલર્સ સાથે કરી હતી 11.63 લાખની લૂંટ

રાજસ્થાનની કુખ્યાત ગિરધારી ગેંગનો સાગરીત બનાસકાંઠામાંથી ઝડપાયો, અમદાવાદમાં જવેલર્સ સાથે કરી હતી 11.63 લાખની લૂંટ 

અમદાવાદના મણીનગરમાં પિસ્તોલ અને છરીની અણીએ જ્વેલર્સના શોરૂમમાં લૂંટ કરી આતંક મચાવી નાસતા ફરતા ગિરધારી ગેંગના મુખ્ય સૂત્રધારને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધો છે અને આરોપીને મણિનગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ તજવીજ હાથ ધરી છે.

અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત 21 ફેબ્રુઆરીના રોજ લુંટની ઘટના બની હતી. જેમાં રાજસ્થાનની કુખ્યાત ગિરધારી ગેંગે પિસ્તોલ અને છરી બતાવીને જવેલર્સ માલિકને ધરાવી ધમકાવી 11.63 લાખ રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી આ ગેંગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ મામલે મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક મહિલા સહિત ચાર લોકોએ આ જ્વેલર્સની નજીકમાં મકાન ભાડે રાખી વોચ ગોઠવી રેકી કરી હતી અને ત્યારબાદ મોકો મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સિવાય અન્ય તમામ લોકોને ઝડપી લીધા હતા પરંતુ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર એટલે રાજસ્થાનના મારવાડ તાલુકાના સડકમાલીયા બગડી થાનાનો વતની ગિરધારીસિંગ ગુમાનસિંગ રાવત ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ અમદાવાદ સહિત તમામ પોલીસ આ આરોપીઓને પકડવા માટે દિનરાત મહેનત કરી હતી. તે દરમિયાન બનાસકાંઠાના આગથળા પોલીસને આ આરોપીની બાતમી મળી હતી. બાતમી મળતા જ આગથળા પોલીસ મથકના પીએસઆઇ પી એચ જાડેજાની ટીમ રાજસ્થાન પહોંચી હતી જ્યાં સંતાઈને ફરતા ગીરધારીસિંગ રાવતને રાજસ્થાનના પાલી જિલ્લાના સિરિયાવી વિસ્તારમાંથી દબોચી દીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી સીધા જ આગથળા પોલીસ મથકે લાવી હતી અને મણીનગર પોલીસને જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે.આ મામલે ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 15 દિવસ અગાઉ મણીનગર વિસ્તારમાં આવેલ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચે તરત જ ગુનાનો ભેદ ઉકેલ આ ગેંગના ત્રણ સાગરીતોને પકડી લીધા હતા જેનો મુખ્ય સૂત્રધાર હજુ સુધી ફરાર હતો જેની આગથળા પોલીસને માહિતી મળતા જ તેને રાજસ્થાનમાં જઈ આરોપીને પકડી દીધો છે. આ  અંગેની જાણ મણિનગર પોલીસને કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post