કડીના કટોસણમાં રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર્તાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ


  કડીના કટોસણમાં રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર્તાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ 

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થયો છે. આ વચ્ચે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઇને આપવામાં આવેલા નિવેદન મામલે એક અઠવાડિયા બાદ પણ રાજકારણ ગરમાયેલું છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી રહ્યું છે. હવે મહેસાણા જિલ્લામાં પણ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ થઇ રહી છે. મહેસાણાના કટોસણમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

કટોસણમાં લાગ્યા પોસ્ટરકડીના કટોસણમાં જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઇ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. કટોસણમાં ભાજપ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.રાજ્યભરમાં થઇ રહ્યો છે રૂપાલાનો વિરોધપરશોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીનો રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઇ રહ્યો છે. રાજકોટમાં પણ ‘રૂપાલા બોયકોટ’ના પોસ્ટર લગાવીને ક્ષત્રિય બહેનોએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત યથાવત રહેશે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post