રૂપાલા વિવાદ : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વિરોધ યથાવત, ગામેગામ લાગ્યા ‘ભાજપ પ્રવેશબંધી’ના બેનરો








  રૂપાલા વિવાદ : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વિરોધ યથાવત, ગામેગામ લાગ્યા ‘ભાજપ પ્રવેશબંધી’ના બેનરો 

ગુજરાત / ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મામલે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી લોકસભાના ભાજપ પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસેને દિવસે વધતો જાય છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસાના સરડોઇ ગ્રામજનોનો સાબરકાંઠા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ગામમાં પ્રવેશ કરે તે પહેલાં વિરોધ દર્શાવ્યો છે.  રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાએ પ્રવેશ ના કરવાના ગામમાં બેનર લાગ્યા હતા.તેમ છતાં આજે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબાનો મોડાસા વિધાનસભા ક્ષેત્રમાં  પ્રચાર કર્યો હતો. જ્યાં સુધી રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનો સરડોઇ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

મહેસાણાના ઊંઝા તાલુકામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ઊંઝાના કંથરાવી ગામે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. કંથરાવી ગામે પરશોત્તમ રૂપાલા વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લ્હાવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવારે પ્રચાર કરવા આવવું નહી. પોસ્ટર લગાવી લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં જય ભવાની ભાજપ જવાની ના નારા પણ જોવા મળે છે.

વડોદરાના ડભોઇમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં દિવસ એને દિવસે રોષ વધી રહ્યો છે. ડભોઇ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ભાજપા પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે. ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ડભોઇ તાલુકાના 15 જેટલા ગામોમાં ક્ષત્રિયો વિરોધ નોંધાવી ચૂક્યા છે. જ્યારે ડભોઇ તાલુકાના વધુ ત્રણ ગામમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. તાલુકાના જૂના માંડવા ખાતે રેલી યોજી ‘રૂપાલાની ટિકિટ કાપો’ નારા સાથે પૂતળાનું દહન કરી ભાજપ આ પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા છે તો નાગડોલ અને છત્રાલ ગામમાં પણ રેલી યોજી સૂત્રોચાર સાથે ભાજપા પ્રવેશબંધીના બેનર લાગ્યા છે.

ભાવનગર શહેરમાં પણ રૂપાલાના વિરોધમાં વિઠલવાડી સહિતના વિસ્તારોમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા. પુરષોત્તમ રૂપાલા ની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે, ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગઈકાલે ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી, જે બેઠકમાં રાજકોટ ખાતે મળનારા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને લઈ જવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. તેમજ આ બેઠક બાદ પુરષોત્તમ રૂપાલા હાય હાય ના નારા લાગ્યા હતા. આ ઉપરાંત વિઠ્ઠલવાડી નિર્મળનગર, ગાંધીનગર, નવજીવન, સોસાયટી સહિતના વિસ્તારોમાં વિરોધના પોસ્ટરો લાગ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતાઓએ આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં.

અમદાવાદ ક્ષત્રિય સમાજના અપમાન મામલે ભાજપના ગઢ નરોડામાં બેનર લાગ્યા છે. જેમાં ભાજપના કાર્યકરો કે આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રૂપાલાના વિરોધમાં નરોડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. રેલી દરમિયાન પરશોત્તમ રૂપાલાના પોસ્ટર પણ સળગાવાયા હતા.

અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ ગામે ભાજપ પ્રવેશબંધીના લાગ્યા બેનરો છે. વટામણ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૂદ્ધ બેનરો લગાવ્યા છે. ભાજપના નેતાઓએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનરો લગાવી વટામણ ગામે ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામે વિરોધ થઇ રહ્યો છે. ટિપ્પણીને લઇ અમદાવાદના ગામડાઓમાં જેમાં વટામણ, નેસડા, કોઠ, વૌઠા સહિતના ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોજે રોજ વિરોધ વધતો જાય છે. વટામણ ગામના ગેટ પર ભાજપના કોઈપણ નેતાએ પ્રચાર કરવા નહીં આવવા પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. જેમાં સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે , પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે અને અન્ય સમાજને પણ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા આહવાન કરાશે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post