અમદાવાદ / રૂપાલા વિવાદ મામલે લાગ્યા પોસ્ટરો, લખ્યું ‘ભાજપ અને ઉમેદવારે પ્રચાર માટે પ્રવેશવું નહીં’



  અમદાવાદ / રૂપાલા વિવાદ મામલે લાગ્યા પોસ્ટરો, લખ્યું ‘ભાજપ અને ઉમેદવારે પ્રચાર માટે પ્રવેશવું નહીં’ 

અમદાવાદ / કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ અને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે જેમાં માંગ કરવામાં આવી રહી છે કે ‘ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે’. 

અમદાવાદના મણીનગર વિધાનસભાના ખોખરા વોર્ડ સહિત વિસ્તારોમાં પણ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો અને બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટરો અને બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ‘પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર્તા તથા ઉમેદવારે નાણાવટી કોલોની મા પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં’

અમદાવાદના સી.ટી.એમ, ખોખરા, અમરાઈવાડી વિસ્તારના રાજપૂત સમાજના લોકો દ્વારા પુરુશોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તે માટે મૌન ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


Post a Comment

Previous Post Next Post