VALSAD / બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર ચોંટાડી સસ્તું તેલ વેચનારા ચાર વેપારીઓની પોલીસે કરી અટકાયત


   VALSAD / બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર ચોંટાડી સસ્તું તેલ વેચનારા ચાર વેપારીઓની પોલીસે કરી અટકાયત 

VALSAD NEWS વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ વેચતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી, જેમાં ચાર વેપારીઓની અટકાયત કરવામાં આવી છે.

વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તુ તેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કંપની કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે શાકભાજી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી.આ પણ વાંચો અમદાવાદ / બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્તકંપનીને માહિતી મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે. અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચારથી પાંચ જેટલી દુકાનોમાંથી આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર ચોટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા.આ  તેલના ડબાનો જથ્થા સાથે વેપારીઓને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને તપાસ હાથ ધરાઈ હતી. હાલ સીટી પોલીસે  ફરિયાદ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આ તેલ ભેળસેળ વાળું છે કે હલકી ગુણવત્તાવાળું છે તે દિશામાં તપાસ કરી રહી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post