નિલેશ કુંભાણી વેચાઈ ગયા, મતદારો નહીં', સુરતના વરાછા પોલીસમાં પૂર્વ કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

નિલેશ કુંભાણી વેચાઈ ગયા, મતદારો નહીં', સુરતના વરાછા પોલીસમાં પૂર્વ કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા 

સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું. જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતાં.

જનતા સાથે દ્રોહનિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતાં કાયદેસરની ફરિયાદ નોંધવાની માગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાથી ગુનો નોધવાની માગ કરી છે. આપના નેતા અને પૂર્વ કોંગી કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં. જ્યાં તેમને પોલીસે ઈલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું.કુંભાણી અને ટેકેદાર વેચાયાના આરોપદિનેશ કાછડિયાએ કહ્યું કે, મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવાયો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે. ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે. ઈલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યાં છે. જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માગ કરી હતી.પરંતુ પોલીસે નથી લીધી. કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે તેમ કાછડીયાએ વધુમાં કહ્યું હતું.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


  

Post a Comment

Previous Post Next Post