JUNAGADH / પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ


  JUNAGADH / પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ

JUNAGADH / પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ

Junagadh News : જુનાગઢમાં પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે વૉટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરીને બાદમાં પોસ્ટ ડીલીટ કરી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

અંગે DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે હૈદર કુરેશી નામના યુવકે I LOVE MY JUNAGADH નામના વૉટ્સએપ ગ્રુપ અને ઇન્ટાગ્રામ પેજમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી તેમજ વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી અને બાદમાંપોસ્ટ ડીલીટ કરી દીધી હતી. 

આ યુવક વિરુદ્ધ પોલીસે IPC 153(b) 505(2), 504 અને 201 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારબાદ SOGએ તાપસ કરીને યુવકની  ધરપકડ કરી હતી. 

I LOVE MY JUNAGADH નામના વૉટ્સએપ ગ્રુપમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ જોડાયેલા છે. યુવકે આ પોસ્ટ કર્યા બાદ પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post