તાલિબાની સજા: ડીસામાં પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવકને માથું મુંડાવી ઢોર માર માર્યો


  તાલિબાની સજા: ડીસામાં પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવકને માથું મુંડાવી ઢોર માર માર્યો 

બનાસકાંઠાના ડીસાના યુવાનને પરણિતા સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. ડીસાના યુવાનને પ્રેમની તાલિબાની સજા મળી છે. આ યુવાનની ઓળખ લેબાજી બળવંતજી ઠાકોર તરીકે થઈ છે. યુવાન ખેત મજૂરી કરીને જીવનનું ગુજરાન ચલાવે છે. આઠ મહિના અગાઉ બનાસકાંઠાના દામા ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતી અને યુવક કોઈને કીધા વગર ઘરેથી ભાગી ગયા હતા, જોકે બન્ને જણા થોડાક દિવસોમાં જ પકડાઈ ગયા હતા. યુવાનના પરિવારજનોએ યુવતીને તેના પરિવારને પરત સોંપી દીધી હતી. બે દિવસ પહેલા યુવતીએ યુવાનને ફોન કરીને લઈ જવા માટે બોલાવ્યો હતો. યુવાન રાત્રે અંદાજીત 12 વાગ્યે યુવતીએ નક્કી કરેલા સ્થળ પર પહોંચ્યો હતો.

ડીસાના યુવાનને પ્રેમની તાલિબાની સજા મળીદામા ગામના સીએનજી પંપ પર યુવાન પહોંચતા જ યુવતીનો પતિ, સસરા સહિત ચાર લોકો ત્યાં આવી પહોંચે છે. ત્યાં હાજર તમામ લોકો પહેલા યુવાનને ગાળો બોલે છે, ત્યાર બાદ તેને ઢોર માર મારે છે. યુવાન દર્દથી કણસતો રહે છે પણ આ લોકો તેને છોડતા નથી. ત્યાર બાદ યુવાનને બળજબરી પૂર્વક તેમના ઘર તરફ ઉઠાવીને લઈ જાય છે. ત્યાં યુવાનને કેટલાક શખ્સો દબોચી રાખે છે. ત્યાર બાદ એક મહિલા અસ્ત્રો લઈને આવે છે અને આ અસ્ત્રાથી યુવાનનું માથું મુંડી નાખે છે. યુવાનનું માંથુ મુંડાવતી વખતે પણ કેટલાક શખ્સો તેને માર મારે છે અને તેનો વીડિયો બનાવે છે. આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. યુવાનને ધાક-ધમકી આપીને કણસતી હાલતમાં છોડીને આ લોકો ભાગી જાય છે.ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ યુવાનની સ્થિતિમાં સુધારો થતાં પોલીસ મથકે પહોંચીને યુવતીના પતિ, સસરા સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હાલ ડીસા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે.આ બનાવ અંગે યુવક લેબાજી ઠાકોર અને તેની માતા ગીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે 8 મહિના અગાઉ લેબાજી યુવતીને લઈ ગયો હતો જો કે યુવતીને તેના પરિવારજનોને પરત સોંપી દીધી હતી. તે દરમિયાન રાત્રે યુવતીનો ફોન આવ્યો હતો અને મને લઈ જા નહિતર હું મરી જઈશ એવું કહેતાં લેબાજી દામા ગામે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પતિ, સસરા અન્ય લોકોએ તેની સાથે મારઝૂડ કરી હતી.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post