બનાસકાંઠા : દાંતાની શાળાના આચાર્યને કરાયા સસ્પેન્ડ, સ્કૂલમાં બે બાળકીના થયા હતા મોત


  બનાસકાંઠા : દાંતાની શાળાના આચાર્યને કરાયા સસ્પેન્ડ, સ્કૂલમાં બે બાળકીના થયા હતા મોત 

દાંતા તાલુકામાં મોરડુંગરા શાળાના આચાર્યની ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સ્કૂલના પ્રિન્સિપાલ લક્ષ્મણભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે શાળામાં હીંચકા ખાતી વખતે ત્રણ 3 સગી બહેનોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના મોત નિપજ્યા હતા.

રિપોર્ટમાં આચાર્યની બેદરકારી સામે આવીબનાસકાંઠાના દાંતા તાલુકામાં આ ઘટના બન્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે મોરડુંગરા શાળાની મુલાકાત લીધી હતી. સમગ્ર શાળાનું નિરીક્ષણ કર્યું હતું. સીઆરસીના રિપોર્ટમાં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના રિપોર્ટમાં આચાર્યની બેદરકારી સામે આવી હતી.ત્રણેય બાળકીઓ મોરડુંગરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નથીમોર ડુંગરા પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલા લોંખડના હીંચકા સાથે પાણીના પમ્પનું સ્ટાર્ટર બોર્ડ લગાવાયેલું હતું, જેના કારણે લોખંડના હીંચકામાં વીજપ્રવાહ પસાર થયો હતો. આ દરમિયાન હીંચકે ઝૂલતી ત્રણ સગી બહેનોને કરંટ લાગ્યો હતો. ઘટનામાં બે બહેનોના મોત થયા છે અને ત્રીજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મહત્ત્વની વાત એ હતી કે, આ ત્રણેય બાળકીઓ મોરડુંગરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નથી. આ બાળકીઓને તેના માતા-પિતા સામાજીક પ્રસંગે મોર ડુંગરા ગામે સાથે લઈને આવ્યાં હતા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 

Post a Comment

Previous Post Next Post