વડોદરા / ડમ્પર ચાલકે બે યુવાનોને લીધા અડફેટે, અકસ્માતમાં એકનું મોત


  વડોદરા / ડમ્પર ચાલકે બે યુવાનોને લીધા અડફેટે, અકસ્માતમાં એકનું મોત  

વડોદરામાં ફરતા બેફામ ભારે વાહનોનો ત્રાસ યથાવત છે. બેફામ દોડતા વાહને બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું કમકમાટી ભર્યુ મોત થયું છે જયારે એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે.

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે આ ઘટના બની હતી. જેમાં બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક આશરે 10 ફૂટ હવામાં ઉછાળ્યો હતો. સ્થળ પર બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. બીજો યુવાનને હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ તેમજ એસીપી બી ડિવીઝન સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો. હાલ તો ડમ્પર ચાલકની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.


Patan live news GJ 24 

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post